Note: This article is only for Gujarati students.
- શરૂઆત
- Who can take admission in SPIPA?
- Booklist for SPIPA entrance Test
- મફત માં ડાઉનલોડ કરી શકાય એવા પુસ્તકો / સ્ટડી-મટીરીયલ
- SPIPA Entrance Admission Test: Paper 1 (General Studies)
- SPIPA Paper 2 (Aptitude)
- SPIPA Paper 3 (Essay / નિબંધ)
- SPIPA Interview (ઇન્ટરવ્યું)
- અંતમાં કેટલીક મહત્વ ની વાતો
શરૂઆત
હું એમ માની ને આ લેખ લખી રહ્યો છું કે
- તમે તદ્દન નવા ખેલાડી છો, અને તમારી પાસે SPIPAની પ્રવેશ પરીક્ષા કે પછી UPSC IAS/IPS ની પરીક્ષા માટે કેમ તૈયારી કરવી એની કોઈ જ માહિતી નથી.
- પણ તમે એક serious player છો, મહેનત કરવામાં પાછી પાની નહી કરો. અને સ્પીપા માં એડમિશન મળે કે ના મળે પણ UPSC ની પરીક્ષા જરૂરથી આપવા માંગો છો. એટલા માટે જે study-plan અહિયાં બતાવ્યો છે, એ એ રીતનો છે કે સ્પીપાની પ્રવેશ પરીક્ષા માંતો કામ લાગે જ અને જો એડમિશન ના મળે તો આગળ IAS ની તૈયારી કરતા પણ ફાવે.
- સૌથી મહત્વ ની વાત: આ ગેમ, ધીરજ અને મહેનત બેય માંગી લે છે એટલે અંગત રસ હોય તો જ ઉતરવું બાકી “ઠીક છે આતો પપ્પાએ કે પછી કોઈ સંબંધીએ કીધું કે ભાઈ તું સ્પીપાની પરીક્ષા આપ, એટલે હું સ્પીપા ની કે IAS ની પરીક્ષા આપું. જોઈએ હવે નમ્બર લાગી જાય તો સારું…..“
આ “ઠીક છે”, “જોઈએ હવે” એવા એટીટ્યુડ સાથે કદીપણ SPIPA,UPSC,GPSC,Bank,CAT કે એવી બીજી કોઇપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતરવું નહી. નહિતર પૈસા અને સમય બેય બરબાદ થશે. અહિયાં ગળાકાપ સ્પર્ધા છે, મેં એવાય ઉમેદવારો જોયા છે કે બે બે ત્રણ ત્રણ વરસ થી સ્પીપાની પરીક્ષા આપતા હોય. એટલે કદી Competition ને સસ્તામાં લેવું નહી, મહેનત માં કચાશ રાખવી નહી.
પરીક્ષા માટે કયો ટોપિક કેવી રીતે તૈયાર કરવો એ મુદ્દા પર આવતા પહેલા, સ્પીપાની પ્રવેશ પરીક્ષા નું માળખું સમજી લઈએ.
Who can take admission in SPIPA?
સ્પીપા માં કોણ એડમિશન લઇ શકે?
Minimum Requirements
| Domicile |
|
| Education | Must be Graduate or Post Graduate. |
| Job | This is a full time course and candidates are not allowed to join any job or out side study. |
| Fees | There is no Coaching Fee. But candidates have to pay following amount as Deposit :
|
Available Seats
| General Category | 48 Seats |
| Scheduled Caste | 16 Seats |
| Scheduled Tribe | 16 Seats |
| SEBC | 16 Seats |
| Physically Challenged | 03 Seats |
| Blind Candidates | 01 Seats |
| Total | 100 |
Exam Fees
Entrance Exam fee is Rs. 100/- for General Category
Rs. 50/- for SC/ST/SEBC category Candidates.
How to Apply for SPIPA IAS Study Centre?
સ્પીપા ની પરીક્ષામાટે અરજી કેવી રીતે કરવી?
Registration Dates: 6/6/12 to 26/06/2012
તમે http://ojas.guj.nic.in or http://ojas1.guj.nic.in/ એ વેબસાઈટ પર જાઓ.
ત્યાં ઓનલાઈન ફોર્મ ભરો. પછી હોલ ટીકીટ અને ફી માટે નું ચલણ પ્રિન્ટ કરો. પછી ગુજરાત ની કોઇપણ કમ્પ્યૂટરાઇઝડ પોસ્ટ ઓફીસ માં જઈ લાગુ પડતી ફી ભરો. વાત પૂરી.
જો કોઈ મુંઝવણ હોય તો ઓફીસ કલાકો માં નીચેના ફોન પર સંપર્ક કરવો : 079-26747612 /36
Structure of the SPIPA Entrance Exam
- અમદાવાદ સેન્ટર માં પરિક્ષા ઓગસ્ટ મહિના માં લેવાય છે.
- પ્રશ્નપત્ર માં દરેક સવાલ અંગ્રેજી અને ગુજરાતી માં છાપેલા હોય છે.
- પરીક્ષા ના કુલ બે તબક્કા છે.
Stage 1: objective Test (Multiple Choice Questions)
અહિયાં સ્પીપા બિલકુલ યુપીએસસી દ્વારા પ્રિલિમિનરી પરીક્ષા ( CSAT : Civil Service Aptitude Test ) નું મોડલ અનુસરે છે.
આમાં દરેક સવાલ સામે ચાર ઓપ્શન આપેલા હોય. તમારે સાચો ઓપ્શન સિલેક્ટ કરવાનો પણ ખાલી ખાલી તુક્કા લગાવવા નહી કારણ ખોટા જવાબ માટે નેગેટીવ માર્કિંગ ની સિસ્ટમ છે.
અહિયાં તમારે બે પેપર આપવાના થાય.
| પેપર | કુલ સવાલ | કુલ ગુણ |
| જનરલ સ્ટડીઝ | ૧૦૦ દરેક ના ૨ માર્ક | ૨૦૦ |
| એપ્ટિટયૂડ | ૮૦ સવાલ દરેક ના ૨.૫ માર્ક | ૨૦૦ |
| ટોટલ | ૪૦૦ |
આનો સિલેબસ પણ બિલકુલ UPSC, જેવો જ છે અને તૈયારી કેમ કરવી, એની બધી વિગત આ જ લેખ માં નીચે આપી છે.
હવે, આ ૪૦૦ માર્ક માંથી જે મેરીટ લીસ્ટ બને, એના આધારે ઉમેદવારોને બીજા સ્ટેજ માટે બોલવવામાં આવે છે.
Stage 2: Essay + Interview
લગભગ ઓગસ્ટ ના અંત સમય માં, shortlist થયેલા ઉમેદવારોને નિબંધ અને ઇન્ટરવ્યું માટે પત્ર લખીને જાણ કરવામાં આવે છે. અહિયાં તમારે બે ટેસ્ટ આપવાની થાય
| વિષય | માર્ક્સ |
| નિબંધ | ૧૦૦ |
| Interview | ૫૦ |
| ટોટલ | ૧૫૦ |
એટલે Stage 1 + Stage 2 = 400 +150 એમ કુલ 550 માર્ક્સમાંથી ફાઈનલ મેરીટ લીસ્ટ બને, અને એ મુજબ તમારી કેટેગરી (Gen/SC/ST/SEBC/PH) અનુસાર તમને ફાઈનલ એડમિશન મળશે, પહેલી સપ્ટેમ્બરથી કલાસીસ શરુ થશે.
આતો થઇ વાત કે પરીક્ષા કેવી રીતે લેવાશે, પણ હવે પરીક્ષાની તૈયારી કેમની કરવી એની ચર્ચા કરી લઈએ.
હવે એક એક પેપર ની ચર્ચા કરીએ.
જનરલ સ્ટડીઝ માં શું આવે?
સ્પીપા ના જુના પેપરો જોઈએ તો તરત દેખાઈ આવે કે એ લોકો, યુપીએસસીના સિલેબસને અનુસરે છે. એટલે એ મુજબ તમારે નીચેના ટોપિક તૈયાર કરવાના થાય.
આ હું લખું છે એ ચોથી જુન ૨૦૧૨ છે. તમે ઓગસ્ટ માં પરીક્ષા આપવાના હો તો તમારી જોડે લગભગ બે મહિના નો સમય છે.
અગાઉ મે UPSC ની તૈયારી કરતા ઉમેદવારો માટે ટોપિક-વાઈઝ પ્લાન આપેલો જ, જે નીચેની લીંક પર ક્લિક કરવાથી મળી જશે.
http://mrunal.org/2012/11/strategy-upsc-civil-service-exam-ias-ips-csat-general-studies-part1.html
એમ તો તમે એમાં લખ્યું છે, એમ જ તૈયારી કરો તો કામ પતી ગયું. પણ તમે એકદમ નવા ખેલાડી છો અને સમય નથી તો શું કરવુ?
Booklist for SPIPA entrance Test
તમે સ્પીપા હોય કે UPSC હોય, ચોપડીઓ એક ની એક જ રહેવાની.
પહેલા તો બધું મટીરીયલ એકસામટું ભેગુ કરી લેવાનું, નહી તો પછી શું થાય કે તમે એક દાડો આ ચોપડી શોધવામાં કાઢો, અઠવાડિયા પછી બીજી ચોપડી લેવા દુકાનોના ધક્કા ખાઓ, એમાં ખાલી સમય બગડે, અને બિનજરૂરી મુસાફરીના થાક ને લીધે વાંચન પર અસર પડે. એટલે સૌથી પહેલા એકસામટું બધું મટીરીયલ ભેગું કરી દેવાનું. અને અહિયાં જે યાદી આપી છે એ ખાલી સ્પીપા જ નહી, UPSC માં પણ તમને કામ લાગશે.
મફત માં ડાઉનલોડ કરી શકાય એવા પુસ્તકો / સ્ટડી-મટીરીયલ
| પુસ્તક / source | નોંધ |
| NCERT |
- Science: Class 7 to 10
- Social Science: Class 7 to 10
- Geography : Class 11 – 12
- Economics: Class 11 -12
ખરીદવાની જરૂર નથી, મફત માં ડાઉનલોડ કરી શકાય. હિન્દી / અંગ્રેજી બન્ને ભાષામાં ઉપલબ્ધ. નીચે ની લીંક પર જાઓ.
http://www.jobsnresults.com/download-ncert-books-for-class-7-free-cbse-books-class-7th/%20
OR use this link
http://ncert.nic.in/NCERTS/textbook/textbook.htm
NOS Biodiversity Material compiled by Mrunal Patel
http://mrunal.org/enbEnvironment and Biodiversity ટોપિક તૈયાર કરવા માટે. આ ટોપિક ૨૦૧૧ માં upsc ની પરીક્ષામાં ઉમેરાયો અને એટલે સ્પીપા માટે પણ જરૂરી બને છે.Economics Articles by Mrunal Patel
http://mrunal.org/economy
ઇકોનોમી ને લગતા બેઝીક અને કરંટ અફેર્સ ના Concepts clear કરવા માટે, મારા લખેલા આર્ટીકલ્સ.Aptitude Articles by Mrunal Patel
http://mrunal.org/aptitudeપેપર-૨ (એપ્ટિટયૂડ) માં ગણિત વિષયક ટોપિક્સ, ચોપડીઓ માં બરાબર સમજાવેલા નથી એટલે મે જાતે જ એના માટે આર્ટીકલ્સ લખ્યા છે.Science Revision Notes by Mrunal Patel
http://mrunal.org/sntThe Hindu માં છેલ્લા એક વરસના science and technology ને લગતા Current-affairs ની મારી રિવિઝન નોટ્સ.Current Affairs Compilation by Mrunal Patel
http://mrunal.org/studymaterial/current-affairs-package-2012
છેલ્લા વરસ માં જે જે મહત્વની ઘટનાઓ થઇ એ બધું આમાં આવી જાય છે. એટલે તમારે અલગ થી મેગેઝીન્સ ફંફોળવા ના પડે.Blank Answersheets:
http://wp.me/p2tsJl-6Iચોપડીઓ ના અંતે જે Mock-tests આપેલા હોય એની પ્રેક્ટીસ કરવા માટે કોરી જવાબવહીઓ.
આ તો એ વસ્તુઓ ની યાદી કે જે ઈન્ટરનેટ પર મફત માં ડાઉનલોડ કરી શકાય. હવે
ખરીદવા પડે એ પુસ્તકો
તમે ગુગલ પર આઈ.એ.એસ.ની પરીક્ષા માટે ચોપડીઓ નું લીસ્ટ સર્ચ કરવા જાઓ તો બહુ મોટા મોટા લીસ્ટ મળશે, પણ એટલા બધા પુસ્તકો નો અભ્યાસ હાલ તુર્ત સ્પીપાની ભરતી માટે જરૂરી નથી. એટલે ખાલી મહત્વના પુસ્તકોની જ યાદી આપું છું. કે
| પુસ્તક / source | નોંધ |
| General Studies Manual (Tata Macgrawhill) |
|
| Indian Polity by M.Laxmikanth (Tata Macgrawhill) |
|
| CSAT Manual by Arun Sharma (Tata Macgrawhill) | upsc એ વર્ષ ૨૦૧૧ માં એપ્ટિટયૂડ નું પેપર દાખલ કર્યું. એટલે પ્રકાશકો વચ્ચે હોડ લાગી ગયી કે જલ્દી જલ્દી પુસ્તક બહાર પાડીને વકરો કરી લઈને. આને લીધે, ક્વોલિટી જળવાઈ નથી, ઘણી જગ્યાએ દાખલા માં ભૂલ હોય, ખોટા જવાબ હોય. એટલે ટાટા-મેકગ્રોહિલ ની વાત કરો કે પિયરસન, કે બીજા કોઈ છૂટક પ્રકાશનની, ચોપડીઓ માં ભૂલો ઘણી છે. એટલે અગાઉ તમે બેંક વગેરે ની તૈયારી માટે કોઈ પુસ્તક ખરીદેલું હોય તો એ પણ ચાલી જાય. પણ તમારી જોડે કોઈ જ ચોપડી નથી અને કોઈ ખરીદવી છે તો પછી ટાટા-મેકગ્રોહિલનું જ CSAT-મેન્યુઅલ વાપરો કારણ હાલ એ ઉજ્જડ વન માં એરંડો પ્રધાન છે! |
| The Hindu or Indian Express |
|
પુસ્તકો ખરીદવા ક્યાંથી?
તમે અમદાવાદ માં રહેતા હો તો કોઈ સવાલ નથી, ગમે ત્યારે લાલદરવાજાના બુક બજાર જાઓ, અતુલ કે ઝવેરી બુકસ્ટોરમાં આ તમામ પુસ્તકો મળી જશે. પણ જો તમે ગુજરાતના બીજા કોઈ નાના શહેર, તાલુકા મથક કે ગામ માં રહેતા હો અને આ ચોપડી મળતી ન હોય, તો પણ ચિંતા કરવી નહી, flipkart dot com પર થી તમે ઓનલાઈન પુસ્તકો ખરીદી કરી શકો, એ લોકો કુરીયર મારફતે ચોપડી 2-3 દિવસમાં ઘરે મોકલે એ વેળા કેશ-પેમેન્ટ કરી દેવું એટલે તમારે ક્રેડીટ કાર્ડ કે ઈન્ટરનેટ બેન્કિંગ ની પણ જરૂર નહી પડે અને ખોટો અમદાવાદ નો ધક્કો ખાવો ના પડે. તો આ રહી flipkart પર થી પુસ્તકો ખરીદવાની લીંક, પુસ્તક ના કવર ઉપર ક્લિક કરો.
Buy Books from Flipkart
| English | ![]() ![]() ![]() |
| Hindi | ![]() ![]() |
આતો થઇ વાત ચોપડીઓની, પણ એમાંથી તૈયાર શું કરવાનું? પાછુ તમારી જોડે માંડ બે મહિના જેટલો ટૂંકો સમય હોય એટલે બધી જ ચોપડીઓ ને પૂર્ણ રીતે ન્યાય આપવો પણ અઘરો પડે! એટલા માટે હું થોડી ટીપ્સ આપી દઉં.
SPIPA Entrance Admission Test: Paper 1 (General Studies)
ટોપિક-વાર શું તૈયારી કરવી?
History (ઇતિહાસ)
- NCERT ના પુસ્તકો થી ચાલુ કરવું ધોરણ સાત થી બાર લગી વંચાઈ જાય એટલે GS-Manual માં હિસ્ટ્રીના પ્રકરણ ને જોઈ લેવા અને અંતમાં આપેલા બધા જ સવાલો સોલ્વ જરૂર થી કરવા.
- વ્યક્તિ, સ્થળ, તારીખ ને ગોખવામાં સમય બરબાદ કરવો નહી, કારણ એ ટાઇપ છેલ્લા બે વરસો થી સવાલ આવતા નથી. તમારે ખાલી ઘટના શું હતી, એની આગળ પાછળ ના કારણ શું હતા એ જ જાણવા સમજવાની કોશિશ કરવી.
- તમારી જોડે ટાઈમ ના હોય તો નીચેના ટોપિક્સ માં અમુક વસ્તુ જ તૈયાર કરવી.
- Ancient History : બધું નહી ખાલી ધર્મ અને સંસ્કૃતિ ને લગતું.
- Medieval History: બધું નહી ખાલી દિલ્લી/મુઘલ સલ્તનત, ધર્મ, સંસ્કૃતિ,કળા,સ્થાપત્ય,સાહિત્ય વગેરે. મોટું મોટું જ તૈયાર કરવું, એકદમ deep માં જઈ નાની-નાની Details ગોખવા બેસવું નહી.
- પણ હા Modern History માને કે ૧૮૫૭ ના વિપ્લવ પછી ની આઝાદી ની ચળવળ નો ઇતિહાસ વ્યવસ્થિત તૈયાર કરવો.
Science (વિજ્ઞાન)
- NCERT ધોરણ સાત થી દસ. વાર્તાની જેમ વાંચી જવી. અઘરું કશું નથી. “હું આર્ટસ કે કોમર્સ નો વિદ્યાર્થી છું એટલે મારાથી નહી થાય” એવી કોઈ લઘુતાગ્રંથિ રાખવી નહી. આ બધી NCERT બુક્સ છે, એમાં એ લોકોએ વિદ્યાર્થી ને રસ અને સમજણ પણ એવી રીતે જ કન્ટેન્ટ પીરસેલું છે. (આપણા ગુજરાત રાજ્ય બોર્ડના પાઠ્યપુસ્તકો વાંચી જેમ સ્કુલમાં માથું ફૂટવું પડતું એવી એવી આ બકવાસ ચોપડીઓ નથી!)
- GS Manual: એમાં સાયન્સ વાળા પ્રકરણ (Physics/chem/bio) વગેરે વાંચવા પણ એમાં બધે બધું તૈયાર નહી કરવાનું, ખાલી દરેક ઘટના પાછળ ના Principles અને મહત્વપૂર્ણ જનરલ નોલેજ પ્રત્યે ધ્યાન આપવું. બાકી બેન્ઝીન નું કેમિકલ સ્ટ્રક્ચર શું છે કે લોલકના આંદોલનોનું સમીકરણ શું છે? એવા detailed સવાલો અહિયાં નથી આવતા, એટલે એમાં ખોટી મહેનત કરવી નહી.
- મારા લખેલા આર્ટીકલ્સ અને The Hindu revision Notes: એક બે વાર જોઈ જવી http://mrunal.org/snt
જે લોગો સાયન્સ સ્ટ્રીમ માં હોય, ડોક્ટર, ફાર્માસીસ્ટ કે એન્જીનીયર હોય એમણે “અમને તો આવડે” એવું ફાંકુ રાખવું નહી. બેઝીક્સથી તૈયાર કરવું. કારણ અસલ પરીક્ષામાં even મેલેરિયા પરથી એવા સવાલ હોય છે કે MBBS થયેલા બી મૂંઝાઈ જતા હોય છે. સવાલ માં દમ હોય નહી પણ પાઠ્યપુસ્તક માંથી બેઝીક કન્સેપ્ટના વાંચેલો ન હોય એટલે ઉમેદવાર જવાબ આપી શકે નહી, એને મેલેરિયા ની દવા ભલે એને દસ-બાર આવડતી હોય.
Polity (ભારત નું બંધારણ અને રાજ્યવ્યવસ્થા)
ભગવાન નું નામ લઈને લક્ષ્મીકાંતની ચોપડી મોઢે કરી નાખવી એટલે બેડો પાર થઇ જશે. એમાંય પાછી તારીખ કે Article number ગોખવા બેસવું નહી, ખાલી દરેક વસ્તુના provision (જોગવાઈ) શું છે એ સમજવા અને યાદ રાખવા બસ દા.ત. સુપ્રીમ કોર્ટ ના જ્જ ની નિમણુંક કેવી રીતે થાય, સ્પીકર ની સત્તાઓ કયી છે? વગેરે વગેરે.
અને એની ચોપડી ને અંતે આપેલા બધાય સવાલ સોલ્વ કરી દેવા. એ સિવાય મારી સાઈટ ઉપર પણ અમુક મટીરીયલ તમને આ લીંક ઉપર મળશે: http://mrunal.org/polity
Rights Issue (હક્કો નો મુદ્દો)
આ ટોપિક ૨૦૧૧ માં ઉમેરાયો. અહિયાં મૂળ તો મહિલા, બાળક,વૃદ્ધ, અપંગ, SC/ST/OBC, લઘુમતીઓ માટે બંધારણ માં શું જોગવાઈઓ છે, એમને ક્યાં હક આપેલા છે, અને સરકારે ક્યાં ક્યાં કાયદા, નીતિઓ અને યોજનાઓ બનાવેલી છે એના સવાલો આવે. કોઈ એક સળંગ ચોપડીમાંથી બધીયે માહિતી તો નહી મળી રહે પણ તમને છૂટક –છૂટક વિગતો NCERT, આ લક્ષ્મીકાન્ત અને યરબુક માંથી મળી જશે. આ અંગે વધૂ માહિતી માટે જુઓ: http://mrunal.org/2012/04/studyplan-rights-issue-and-public.html
Geography (ભૂગોળ)
અહિયાં ત્રણ સબ-ટોપિક્સ આવે.
- થીયરી જેને અંગ્રેજી માં Physical Geography કહીયે છીએ.
- ભારત નું ભૂગોળ
- વિશ્વ ભૂગોળ.
આની તૈયારી માટે, પહેલા તો NCERT ધોરણ ૭ થી ૧૦ ની Social Science ચોપડીઓ વાંચવી (કારણ ધો. & થી ૧૦ માં ઇતિહાસ, નાગરિકશાસ્ત્ર અને ભૂગોળ ત્રણેય વસ્તુ એકજ “સોશિયલ સાયન્સ” ની ચોપડીમાં ભેગી આવે)
અને ત્યારે બાદ ધોરણ ૧૧ અને ૧૨ ની Geography ની ચોપડીઓ વાંચી જવી.
પછી TMH Manual માં ભૂગોળનું સેક્શન જોઈ લેવું. અને અંત માં આપેલા બધાય સવાલ સોલ્વ કરવા.
અગાઉ ના વર્ષો માં “સ્થળ” મહત્વના હતા, પણ હવે તમારે ખાલી સિધ્ધાંત અને કારણો યાદ રાખવા. કયી નાની નાની જગ્યા કે નદીઓના નામ વગેરે મોઢે કરવામાં ટાઈમ નહી બગાડવો. પણ હા તમે Current Affairs માં જે સ્થળ ચર્ચામાં રહ્યા હોય એ નકશામાં જોઈ લેવા.
બીજું, સમય ખૂટી જાય તો વિશ્વ ભૂગોળ ને છોડી દેવું કેમકે એમાંથી બહુ બહુ તો ત્રણ કે ચાર માર્ક્સ નું જ પુછાય છે. એની સામે જેટલા કલાક તમારે ઇન્વેસ્ટ કરવા પડે, એ તમે વિજ્ઞાન કે પોલીટી ના રિવિઝન માં નાખો તો ફાયદો વધારે થાય. પણ હા થીયરી અને ભારત નું ભૂગોળ વ્યવસ્થિત તૈયાર કરીને જવું.
Environment and Biodiveristy (પર્યાવરણ)
મૃણાલ પટેલની વેબસાઈટ પર મુકેલું બધું મટીરીયલ તૈયાર કરી દેવું.
લીંક: http://mrunal.org/enb
આ સિવાય તમને NCERT ની સમાજવિદ્યા અને ભૂગોળ ની ચોપડીઓ માં પણ છૂટક વિગતો મળી જશે.
મહત્વ ના અભ્યારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો વગેરેની માહિતી તમને GS Manual માં મળી જશે.
Economy (અર્થતંત્ર)
- NCERT ધોરણ ૧૧-૧૨ નો અભ્યાસ કરો. Class 12 માં micro-economics ની ચોપડી વધારે ગાણિતિક સુત્રો અને થીયરી ની ડીટેલ માં જાય છે. પણ તમારે એ બધું તૈયાર કરવું નહી.
- GS Manual માં ઇકોનોમી ના પ્રકરણ જોઈ જાઓ, પણ એ લોકો તારીખ, વાર અને આંકડામાં ઊંડા ઉતરે છે, જોકે પરીક્ષા માં એ વિગતો નું ખાસ મહત્વ નથી એટલે ગભરાવું નહી અને ગોખવામાં સમય બરબાદ કરવો નહી. પાઠ ના અંતે આપેલા mock-question ની પ્રેક્ટીસ કરો.
- મૃણાલ પટેલ ના ૧૦૦ થી વધૂ લેખો નો અભ્યાસ કરો. http://mrunal.org/economy
- અંગ્રેજી છાપામાં Economy ને લગતા સમાચાર વાંચતા રહો.
Yearbook (ભારત સરકાર ની યોજના અને નીતિઓ)
આમાં ભારત સરકારની યોજનાઓ, નીતિઓ વિષે સવાલ આવે. તમારે India Yearbook તૈયાર કરવી પડે. પણ આપેલ ટૂંકા સમય માં એને ન્યાય આપવો અઘરો એટલે એમાંથી મુખ્ય મુખ્ય વસ્તુઓ જ તૈયાર કરવી: ગરીબી, પર્યાવરણ અને શિક્ષા અંગે. તમારી જોડે ચોપડી ના હોય તો જૂની આવૃત્તિ ડાઉનલોડ કરી શકો.
ઈંગ્લીશ: India-Year-Book-2011 Click me to download
પણ, હાલ આમાં બહુ ડીપ માં ગયાં જેવું નથી. કારણ તમારી જોડે સમય ઓછો છે અને આ ચોપડીમાં હજાર થી ઉપર પાના છે. એટલે મારી સલાહ તો એમ છે કે તમે નીચેના ટોપિક્સ પર ખાસ ભાર મુકો, કારણ કમસે કમ ૫૦% થી વધૂ તો આમાંથી જ આવે છે. UPSC માં પણ અને સ્પીપા માં પણ.
- ઇતિહાસ (વિપ્લવ પછીનો)
- રાજ્યવવસ્થા (બધું જ)
- વિજ્ઞાન
- ભૂગોળ (થીયરી અને ભારત નું ભૂગોળ)
- પર્યાવરણ
- ઇકોનોમી
પહેલા પેપર ની વાત અહિયાં પૂરી થાય. બીજું પેપર (એપ્ટિટયૂડ)ની વાત કરીએ.
SPIPA Paper 2 (Aptitude)
અહિયાં પાંચ ટોપિક્સ છે.
| Qunatitative Aptitude | CSAT-2012 ના પેપર માં ગણિત ના માંડ ૩-૪ સવાલ જ હતા. એટલે એનું સ્પીપા એનું અનુસરણ કરીને ગણિત માંથી બહુ નહી પૂછે એવું મારું માનવું છે. માટે એક હદ થી વધારે ઊંડે ઉતરવાની જરૂર નથી. બેઝીક કન્સેપ્ટ્સ ક્લીયર કરવા મૃણાલ પટેલ ના એપ્ટીટયુડ વિષયક લેખો વાંચો. http://mrunal.org/aptitude |
| Data Interpretation | ઉપર મુજબ. |
| Logical Reasoning | મહત્વ નું છે. CSAT-2012 માં ઘણાં સવાલ હતા, એટલે SPIPA માં પણ હશે, માટે વ્યવસ્થિત રીતે તૈયાર કરવું. |
| Reading Comprehension | ખુબ મહત્વ નું, અને અઘરું જરાય નથી પણ હા તમારે થાય એટલી પ્રેક્ટીસ કરવી, નહી તો ફકરા વાંચવામાં જ ટાઈમ પુરો થઇ જશે. |
| Decision making. | આમાં નેગેટીવ માર્કિંગ નથી હોતા. તમને કોઈ પરિસ્થિતિ આપી હોય, અને તમે એમાં શું કરશો એવો સવાલ પૂછ્યો હોય. એટલે તમારે એક સારા અધિકારી અને સારા નાગરિક ને છાજે એવો ઓપ્શન સિલેક્ટ કરવો. |
SPIPA Paper 3 (Essay / નિબંધ)
અલગ થી તૈયારી ની જરૂર નથી. (અને થાય એમ પણ નથી, કારણ સમય ઓછો છે!) જોકે નિબંધ કેમ લખવો એની ટીપ્સ અહિયાં આપી છે:
http://mrunal.org/2011/09/essay-tip-for-newcomers-what-to-write.html
અને હાં પ્રેક્ટીસ માટે UPSC ની જૂની પરીક્ષાઓ માં પુછાયેલા થોડા નિબંધ જરૂર લખવા તમને એનું લીસ્ટ નીચેની લીંક માં મળી જશે:
http://mrunal.org/2011/12/analysis-essay-topic-trends-in-last-19.html
હું તો એમ કહીશ કે ઉપર ની લીંક માં આપેલ દરેકે દરેક નિબંધ માં તમે પોતાની નાની નોટ બનાવો કે “હું આ નિબંધ આવે તોક્યાં ક્યાં કી-પોઈન્ટસ સાથે નિબંધ લખીશ.”
SPIPA Interview (ઇન્ટરવ્યું)
હાલ તો તમે બધો સમય અને ઉર્જા લેખિત પરીક્ષા (જનરલ સ્ટડીઝ અને એપ્ટિટયૂડ) માટે વાપરો. એકવાર એ પરીક્ષા પૂરી થાય એટલે પછી તમારે નિબંધ અને ઇન્ટરવ્યું ની મહેનત શરુ કરવી.
ઇન્ટરવ્યું માટે નીચેના ટોપિક્સ ખાસ તૈયાર કરવાના થાય:
- તમારી ગ્રેજ્યુએશન ફીલ્ડ વિષે, તમારી ઈતર-પ્રવૃતિઓ/hobby વગેરે.
- તમારા ગામ/શહેર/જીલ્લા ની આર્થિક, ભૌગોલિક અને સામાજિક પરીસ્થિત
- તમે IAS/IPS કેમ બનવા માંગો છો અને બન્યા પછી સમાજ માટે શું કરશો?
- હાલ માં ગુજરાત, ભારત અને વિશ્વ






thank u mrunal sir for provoding very useful information about spipa
It is really very useful information.
I am very thankful to you.
Will GPSC also go through this pattern in next exams ?
Kindly guide me….