1. Prologue
  2. Gujarati Literature Paper1: Topic Frequency Chart
    1. GLP1-Block#1: ભાષાનો ઇતિહાસ, ઉચ્ચારણ,બોલીઓ
    2. GLP1-Block#1A: ભાષાનો ઇતિહાસ
    3. GLP1-Block#1B: શબ્દ ભંડોળ, વ્યાકરણ
    4. GLP1-Block#1C: ધ્વનિ-ઉચ્ચારણ વિજ્ઞાન
    5. GLP1-Block#1D: બોલીના પ્રકારો
  3. Guj.Litt Paper-2: Topic Frequency Chart
    1. GLP2-Block#1-કૃતિઓ મધ્યકાળની
    2. GLP2:- વસંતવિલાસ
    3. GLP2:- કાદંબરી-ભાલણ
  4. ? Additional Prep. Sources for Guj.Litt

Prologue

  • We’ve created an ebook with topicwise and yearwise papersets of Gujarati Literature Optional Subject (2007-19) for UPSC Civil Services Mains IAS/IPS Mains exam.
  • Following article contains some sample parts from the ebook.
  • યુપીએસસી સિવિલ સર્વિસીઝની મુખ્ય પરીક્ષામાં ગુજરાતી સાહિત્ય વૈકલ્પિક વિષયની તૈયારી વખતે ટોપિક-વાઈઝ  પેપરસેટની ખૂબ અછત વર્તાતી હતી,  એટલે આ કોરોના લોકડાઉનના સમયનો સદુપયોગ કરીને મેં (મૃણાલ) અને બ્રિજેશ પટેલ (Faculty, SPIPA) આ ઈ-બુક તૈયાર કરી છે.
  • પુસ્તકના શરૂઆતના ભાગમાં ટોપીકવાઇઝ રીતે પ્રશ્નો આપ્યા છે અને  અંત ભાગમાં વર્ષવાર આ રીતે પણ 2007-2019ના પ્રશ્નપત્રો આપ્યા છે. એટલે તમારે વર્ષ મુજબ પણ પ્રશ્નપત્રોનો સંદર્ભ લેવો હોય તો અનુકૂળતા રહે.

Gujarati Literature Paper1: Topic Frequency Chart

ગુજરાતી સાહિત્યના પેપર-1 ના અભ્યાસક્રમના કોઈ એક ટોપિકમાંથી અનુક્રમે છેલ્લા પાંચ વર્ષ અને છેલ્લાં દસ વર્ષમાં કેટલી વાર પ્રશ્નો પુછાયા છે એનો ગ્રાફ આ મુજબ છે.:

Gujarati Literature Optional Subject trend analysis for UPSC Mains IAS/IPS civil services Exam
Click on image to get the ebook from Amazon!
  • ઉલ્લેખનીય છે કે, એક જ વર્ષ માં કોઈ એક ટોપિકમાંથી એક થી વધુ પ્રશ્નો પૂછાયા હોય એવા કિસ્સા અમુક વર્ષોમાં બન્યા છે, દાખલા તરીકે 2019 માં “બોલી” ટોપીક માંથી ત્રણ પ્રશ્નો આવ્યા હતા:
    • 1d) ઉત્તર ગુજરાતની પટ્ટણી બોલીની લાક્ષણિકતાઓ.
    • 3c) મધ્ય ભારતીય આર્યભાષાઓનો વિકાસક્રમ આલેખો. દક્ષિણ ગુજરાતની સુરતી બોલી.
    • 4c) દક્ષિણ ગુજરાતની સુરતી બોલીની લાક્ષણિકતાઓ દર્શાવો.
  • પરિણામ સ્વરૂપ ગત પાંચ વર્ષોમાં “બોલી” વિભાગમાંથી આપણને સાત પ્રશ્નો જોવા મળે છે.
  • અમારા વર્ગીકરણમાં તમને યુગ અંગેના પ્રશ્નો સરેરાશ ઓછા દેખાશે, જયારે કે ‘સ્વરૂપ’ અંગે ના પ્રશ્નો વધારે દેખાશે કારણકે,
    • “પંડિત યુગની કવિતાઓ” અંગેના પ્રશ્નને “પંડિત યુગના” માં મુકવાના બદલે “સ્વરૂપ: પદ્ય/કવિતા” શીર્ષકમાં,
    • “આનંદ શંકર ધ્રુવનું પ્રદાન” એ પ્રશ્નને “પંડિત યુગ” માં મુકવાના બદલે “સ્વરૂપ: વિવેચન” માં વર્ગીકૃત કરી દીધા છે.
    • ઝવેરચંદ  મેઘાણી અંગેના પ્રશ્નો ગાંધીયુગમાં મુકવાને બદલે “સ્વરૂપ: લૌકિક/લોકસાહિત્ય” માં મૂકી દીધા છે.
    • આ વર્ગીકરણ પદ્ધતિ રીવીઝન માટે વધુ ઉપયોગી છે.
  • વધુમાં એ પણ ધ્યાન રાખવું કે પેપર-I  માં કુલ 8 પ્રશ્નો પૈકી 5 પ્રશ્નો લખવાના હોય છે અને તેમાં પણ પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 5 ફરજિયાત હોય છે.
  • એટલે ફરજિયાત પ્રશ્નોના પેટાપ્રશ્નોમાં તમે તૈયારી સમયે  omit/skip કરેલા ટોપીક પૈકી કોઈ પ્રશ્ન આવે તો અન્ય સિનિયર ઉમેદવારો સામે માર્ક્સ અને મેરીટની સ્પર્ધામાં  તમે પાછા પડી જાવ એનું જોખમ રહેલું છે. મતલબ કે સફળતાનાં શોર્ટકટ, કીમિયાંબાજી, Guess MastergiriTM  વગેરે જરા વિચાર કરીને વાપરવી.

GLP1-Block#1: ભાષાનો ઇતિહાસ, ઉચ્ચારણ,બોલીઓ

GLP1-Block#1A: ભાષાનો ઇતિહાસ

  1. ભારતીય આર્યભાષાઓમાં ગુજરાતી ભાષાના મહત્ત્વના સ્થાન અંગે જણાવો. (2019, 20m)
  2. ગુજરાતી ભાષાના ઉદ્ભવ અને વિકાસની ચર્ચા કરો. (2017, 20m)
  3. ભારતીય આર્યની અર્વાચીન ભૂમિકાનાં મહત્ત્વના લક્ષણો. (2015, 10m)
  4. પ્રાચીન ગુજરાતીથી આજ સુધીના ગુજરાતી-ભાષાના વિકાસના તબક્કાઓ જણાવો. (2014, 20m)
  5. ભાષાની પરિવર્તનશીલતા વિશે મુદ્દાસર નોંધ લખો (2011, 20m)
  6. ગુજરાતીની પ્રાદેશિક બોલીઓનો વિગતે પરિચય કરાવો (2008, 60m)
  7. ભાષાની પરિવર્તનશીલતાનાં કારણો (2008, 30m)

GLP1-Block#1B: શબ્દ ભંડોળ, વ્યાકરણ

  1. ગુજરાતી ભાષાના વાક્યપ્રકારો ઉદાહરણ આપી સમજાવો. (2018, 20m)
  2. ગુજરાતી ભાષાના શબ્દ ભંડોળ વિશે માહિતી આપો. (2017, 10m)
  3. ગુજરાતી વાક્યતંત્રની લાક્ષણિકતાઓ. (2016, 10m)
  4. સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્યનો ભેદ સ્પષ્ટ કરી વાક્યના પ્રકારો સદ્રષ્ટાંત ચર્ચો. (2015, 20m)
  5. વાક્ય એટલે શું તે સમજાવી તેના વિવિધ પ્રકારની સદષ્ટાંત ચર્ચા કરો. (2014, 10m)
  6. ગુજરાતી વાક્યતંત્રની લાક્ષણિકતાઓ (2010, 20m)
  7. ગુજરાતી ભાષાનું શબ્દભંડોળ (2009, 20m)
  8. ઉપપદ સમાસ, કર્મધારાય સમાસ અને અવ્યયીભાવ સમાસ સદ્રષ્ટાંત સમજાવો. (2007, 30m)
  9. ગુજરાતી ભાષાની સમૃદ્ધિમાં અન્ય ભાષાઓના શબ્દોનું પ્રદાન (2007, 30m)

GLP1-Block#1C: ધ્વનિ-ઉચ્ચારણ વિજ્ઞાન

  1. વાણીના અવયવો અને તેના કાર્ય વિશે નોંધ લખો. ગુજરાતી ભાષાના ધ્વનિઘટકો. (2019, 10m)
  2. ગુજરાતી ભાષાના ધ્વનિ ઘટકોનો પરિચય કરાવો. (2017, 20m)
  3. ભાષામાં અર્થપરિવર્તનના પ્રભેદો જણાવો (2013, 10m)
  4. ગુજરાતી ભાષાના ધ્વનિ ઘટકો (2013, 10m)
  5. ગુજરાતી ભાષાનું ધ્વનિતંત્ર (2012, 12m)
  6. ગુજરાતીના ધ્વનિઘટકો (2011, 30m)
  7. માન્ય ગુજરાતીના અનુનાસિકો (2008, 20m)
  8. માન્ય ગુજરાતીના સ્વરો અને અર્ધ સ્વરો. (2007, 20m)

GLP1-Block#1D: બોલીના પ્રકારો

  1. ઉત્તર ગુજરાતની પટ્ટણી બોલીની લાક્ષણિકતાઓ. (2019, 10m)
  2. મધ્ય ભારતીય આર્યભાષાઓનો વિકાસક્રમ આલેખો. દક્ષિણ ગુજરાતની સુરતી બોલી. (2019, 10m)
  3. દક્ષિણ ગુજરાતની સુરતી બોલીની લાક્ષણિકતાઓ દર્શાવો. મધ્યકાલીન લૌકિક પરંપરા. (2019, 10m)
  4. સૌરાષ્ટ્રી બોલીનાં લક્ષણો ચર્ચો. (2018, 10m)
  5. ઉત્તર ગુજરાતની પટ્ટણીબોલીની લાક્ષણિકતાઓ દર્શાવો. (2017, 10m)
  6. ગુજરાતીની સૌરાષ્ટ્રી અને ચરોતરી બોલીની લાક્ષણિકતાઓ. (2016, 10m)
  7. બોલીની વિભાવના અને સુરતી બોલીની લાક્ષણિકતાઓ. (2015, 10m)
  8. ગુજરાતની પ્રાદેશિક બોલીઓનું વૈવિધ્ય. (2014, 10m)
  9. પટ્ટણી અને ચરોતરી બોલીમાં સામ્ય-વૈષમ્ય તપાસો (2013, 10m)
  10. ગુજરાતીની સુરતી અને પટ્ટણી બોલીની ધ્વનિવિષયક લાક્ષણિકતાઓ (2012, 12m)
  11. પટ્ટણી બોલી (2009, 20m)

?‍? Just like this, we have provided all the other questions Gujarati Literature paper 1 in a topicwise manner as well as yearwise manner from 2007-19. You can get this Ebook at an affordable price of just ₹149 from AMAZON!

Guj.Litt Paper-2: Topic Frequency Chart

ગુજરાતી સાહિત્યના પેપર-2 ના અભ્યાસક્રમની કોઈ એક કૃતિ માંથી અનુક્રમે છેલ્લા પાંચ વર્ષ અને છેલ્લાં દસ વર્ષમાં કેટલી વાર પ્રશ્નો પુછાયા છે એનો ગ્રાફ, પ્રશ્નોની સંખ્યા ના ઉતરતા ક્રમમાં ગોઠવે તો આ મુજબ છે:

topicwise analysis of UPSC mains gujarati literature paper-2 (2007-19)
Click on image to get the ebook from Amazon!
  • અમુક વર્ષોમાં કૃતિ વિશે અંગે 1) સામાન્ય પ્રશ્ન પૂછવામાં આવે અને અલગથી 2) તે જ કૃતિની પંક્તિ/ ડાયલોગ અંગે પણ એ જ વર્ષે અલગથી પ્રશ્ન પૂછવામાં આવેલ હોય, એવા કિસ્સા ઘણા છે. આ કારણોસર તમને વર્ષની સામે પ્રશ્નોની સંખ્યા વધારે દેખાશે દાખલા તરીકે માનવીની ભવાઈ માંથી છેલ્લા પાંચ વર્ષમાં સાત પ્રશ્નો પુછાઈ ચુક્યા છે.
  • ઉપરોક્ત  ગ્રાફ મુજબ જે કૃતિઓ ઓછી વાર પુછાઈ છે (દાત કાદમ્બરી, જનાન્તિકે, મારી હકીકત અને અશ્વત્થામા) , એમને “ઓપ્શનમાં કાઢી નાખીશું કે omit/skip કરી દઈશું” એ પ્રકારની રણનીતિ બનાવતા હો તો અંગ્રેજીમાં કહેવત છે, “Take it with a pinch of salt!”
  • કારણ કે  પેપર-II  માં કુલ 8 પ્રશ્નો પૈકી 5 પ્રશ્નો લખવાના હોય છે અને તેમાં પણ પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 5 ફરજિયાત હોય છે.
  • આ પરિસ્થિતિમાં, ફરજિયાત પ્રશ્નોના પેટાપ્રશ્નોમાં skip કરેલા પૈકીની કોઈ કૃતિમાંથી પ્રશ્ન આવે તો અન્ય સિનિયર ઉમેદવારો સામે માર્ક્સ અને મેરીટની સ્પર્ધામાં  તમે પાછા પડી જાવ એનું જોખમ રહેલું છે.

GLP2-Block#1-કૃતિઓ મધ્યકાળની

GLP2:- વસંતવિલાસ

  1. ‘વસંત વિજય’ ખંડકાવ્ય માં પ્રકૃતિ એક પાત્ર તરીકે (2019, 15m)
  2. ‘વસંત વિલાસ’નો પ્રધાન રસ કયો છે તે દ્રષ્ટાંતો આપી સમજાવો (2019, 15m)
  3. ‘વસંત વિલાસ’ પ્રકૃતિની પીઠિકા પર પ્રણયનું ગાન. (2018, 15m)
  4. “અલિમકચંદોહે મુહરિયા કુહરિયા સવિ સહકાર,
  5.  વસંત તણા ગુણ ગહગહયા મહામહયા સવિ સહકાર” (2017, 10m)
  6. ‘વસંતવિલાસ’ માં પ્રકૃતિ અને પ્રણયનું આલેખન. (2016, 20m)
  7. રસનિષ્પત્તિની દ્રષ્ટિએ ‘વસંતવિલાસ’માં ઉદ્દીપન વિભાવ તરીકે પ્રકૃતિનું મહત્વ. (2015, 20m)
  8. “કામુક જનમનજીવનું તી વનુ નગર સુરંગું,
  9. રાજૂ કરઇ અવિભંગિહિં રંગિહિં રાઉ અનંગું.” (2014, 10m)
  10. ‘વસંતવિલાસ’માં તત્કાલીન સમાજનું નિરૂપણ’ (2014, 15m)
  11. “ઈણિ પરિ નિજ પિયુ રંજવે, મધુર-વચન એ પાસ,
  12. ધન ધન તે ગુણવંત જે ગાયે વસંત વિલાસ.” (2013, 10m)
  13. ભમરલા છાંડિ ન પાખલ ખાંખલ થ્યાં અમ્હ સઈર ચાંદુલા સઈરસંતાપણ આપણ તાં નહીં વઇર. (2012, 12m)
  14. ‘વસંત વિલાસ’ ફાગુનાં લક્ષણોને ઉદ્ઘાટિત કરે છે. (2012, 15m)
  15. “કેસૂયકલી અતિ વાંકુડી આંકુડી મયણચી જાણિ
  16. વિરહિણીનાં ઈણિ કાલિ જ કાલિજ કાઢએ તાણિ.” (2011, 15m)
  17. ‘વસંતવિલાસ’ માં પ્રણયસંદર્ભે પ્રકૃતિના સંકેતો (2011, 15m)
  18. ‘વસંતવિલાસ’ ની વસ્તુસંકલના (2010, 30m)
  19. ‘વસંતવિલાસ’ માં પ્રકૃતિનિરૂપણ (2010, 30m)
  20. ‘વસંત વિલાસ’ માં જીવન ઉલ્લાસનાં ચિત્રો. (2009, 15m)
  21. ‘વસંતવિલાસ’ ની અન્યોક્તિઓ. (2008, 15m)

GLP2:- કાદંબરી-ભાલણ

  1. ‘કાદમ્બરી’ માં ભાલણની અભિવ્યક્તિ કલા. (2018, 15m)
  2. “નામિ નરપતિ ત્રાસ જ પામિ જે મહાબલિયા યોધ,  શત્રુ મંડલિનિ ભાસિ નરહરી ના સમમુ ક્રોધ” (2017, 10m)
  3. ‘કાદમ્બરી’ માં ભાલણની કથનકળાની યથાર્થતા દર્શાવો. (2017, 15m)
  4. ‘કાદમ્બરી’ માં ભાવવાહી ચિત્રો. (2016, 15m)
  5. ‘કાદમ્બરી’ નાં સ્ત્રી પાત્રો. (2015, 15m)
  6. ‘કાદમ્બરી’ માં ભાલણની આખ્યાનકલા. (2014, 15m)
  7. ‘કાદમ્બરી આખ્યાન’ પીડાથી પ્રસન્નતા સુધીની યાત્રાનું કાવ્ય છે. (2012, 20m)
  8. ‘કાદમ્બરી’ માં ભાલણનું ભાષાપ્રભુત્વ (2011, 15m)
  9. ‘કાદમ્બરી’ની વર્ણનકળા (2007, 15m)

?‍? Just like this, we have provided all the other texts / kruti of Gujarati Literature paper 2 in a topicwise manner as well as yearwise manner (yearwise papers given in the appendix part). You can get this Ebook at an affordable price of just ₹149 from AMAZON!

? Additional Resources for Preparation of Gujarati Literature