- Mock Questions for GPSC Mains GS2
- Model Answerkey
- Strategy for Public Administration for GPSC Mains paper
Mock Questions for GPSC Mains GS2 & 3
Answer following questions in 120-130 words each. (Each question is worth 10 Marks)
1) Explain the objective behind the enactment of Right to Public Service Act 2013 in Gujarat, and compare its salient features with that of right to information act 2005.
ગુજરાત (જાહેર સેવાઓ અંગેનો નાગરીકોનો અધિકાર) અધિનિયમ-૨૦૧૩ ઘડવા પાછળનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરો અને આ કાયદાની મુખ્ય જોગવાઈઓની તુલના માહિતી અધિકારના કાયદા સાથે કરો.
2) Write short note on the structure and functions of the following statutory bodies of Gujarat: 1) Gujarat State information commission and 2) Gujarat (right to public service) appellate authority
નીચેની વૈધાનિક સંસ્થાઓના માળખા અને સત્તાઓ પર ટૂંકી નોંધ લખો: ૧) ગુજરાત રાજ્ય માહિતી પંચ અને ૨) ગુજરાત (જાહેર સેવાઓ અંગેનો નાગરીકોનો અધિકાર) અપીલ સત્તામંડળ
3) “For routine administration, the applied view of Public Administration is more suitable than the managerial view”. Discuss with examples.
“રોજિંદા વહીવટ માટે, જાહેર વહીવટનાં સંચાલકીય અભિગમ કરતા વાસ્તવલક્ષી અભિગમ વધુ ઉપયુક્ત છે.” ઉદાહરણ સાથે ચર્ચા કરો.
4) “Modern age Public Administration is influenced by many principles and practices of the private administration.” elaborate this sentence with examples.
“આધુનિક યુગમાં જાહેરવહીવટ એ ખાનગી વહીવટના ઘણા સિદ્ધાંતો અને વ્યવહારોથી પ્રભાવિત થયો છે” ઉદાહરણ સાથે આ વિધાનને વિસ્તૃત કરો.
5) (GS-3) Define privatization and with examples explain the various types of privatization processes done by the government.
“ખાનગીકરણ” ની વ્યાખ્યા આપો અને સરકાર દ્વારા થઇ રહેલ ખાનગીકરણની પ્રકિયાના અલગ અલગ પ્રકારોની સદ્રષ્ટાંત સમજાવો.
Model Answerkey
- કેમકે મહત્તમ શબ્દમર્યાદા ૧૩૦ છે એટલે કોઇપણ પ્રશ્નમાં introduction, body, conclusion તેની વધારે પડતી ચીવટ રાખવી પ્રેક્ટીકલ પણ નથી અને જરૂરી પણ નથી.
- જોકે મેં તમામ જવાબો ૧૩૦ શબ્દો થી વધુ લખ્યા છે કેમકે અસલ પરીક્ષામાં બધા મુદ્દાઓ યાદ આવવાના નથી. પણ અહિયાં વાંચ્યા હોય તો જેટલું યાદ આવે એ લખી શકાય.
Answer: Right to public service vs RTI
Syllabus: GPSC Mains GS Paper-2, Topic#Ethics: RTI, Public Service Act and its implications.
પ્રશ્ન: ગુજરાત (જાહેર સેવાઓ અંગેનો નાગરીકોનો અધિકાર) અધિનિયમ-૨૦૧૩ ઘડવા પાછળનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરો અને આ કાયદાની મુખ્ય જોગવાઈઓની તુલના માહિતી અધિકારના કાયદા સાથે કરો.
જવાબ:
કાયદો ઘડવાનો ઉદ્દેશ્ય:
નાગરિકોને નિયત સમય મર્યાદામાં સરકારી સેવાઓ મળી શકે, તેઓની ફરિયાદોનું નિવારણ થઇ શકે, તે માટે ગુજરાત સરકાર દ્વારા:
સન ૧૯૯૮માં | નાગરિક અધિકાર પત્રો (Citizen charters) દાખલ કરવામાં આવ્યા |
સન ૨૦૦૪માં | આ અનુસંધાનમાં જન સેવા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી |
સન ૨૦૧૧માં | આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (ATVT) યોજના હેઠળ તાલુકા કક્ષાએ પણ આવા કેન્દ્રો સ્થાપવામાં આવ્યા. |
- પરંતુ અત્યાર સુધી નાગરિક અધિકારપત્રો સ્વૈછિક પ્રકારના હતા, અને જનસેવા કેન્દ્રોમાં મળેલ અરજી/ફરિયાદનો નિકાલ આપેલ સમયમર્યાદામાં કરવાની ફરજ પાડવા માટે કોઈ માળખું ન હતું, એટલે લોકાભિમુખ વહીવટ માટે સરકારના પ્રયત્નોની અસર મર્યાદિત રહી.
- આથી નાગરિક અધિકાર પત્રોની અમલવારી કરવા હેતુ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જરાત (જાહેર સેવાઓ અંગેનો નાગરીકોનો અધિકાર) અધિનિયમ-૨૦૧૩ (Right of citizens to public services Act 2013) ઘડવામાં આવ્યો.
માહિતી મેળવવાનો અધિકાર ૨૦૦૫ | સેવાઓ અંગે નો અધિકાર ૨૦૧૩ |
---|---|
ભારતીય સંસદ દ્વારા ઘડવામાં આવ્યો. | ગુજરાત વિધાનસભા દ્વારા ઘડવામાં આવ્યો |
દરેક સરકારી સંસ્થા, વૈધાનિક સંસ્થા, કોર્ટ, સંસદ, વિધાનસભા, નિગમ તથા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મોટા પાયે સરકારી ફંડ મેળવનાર બિન સરકારી સંસ્થાઓ પર પણ આ કાયદો લાગુ પડે છે. | આર.ટી.આઈની તુલનામાં આ કાયદાનો વ્યાપ મર્યાદિત છે: રાજ્ય, જીલ્લા અને તાલુકા કક્ષાની સરકારી સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને જ લાગુ પડે છે. |
ઉપરોક્ત તમામ સંસ્થાઓએ જાહેર માહિતી અધિકારી (public information officer/PIO) મુકરર કરવા પડશે. | ઉપરોક્ત તમામ સંસ્થાઓએ ફરિયાદ નિવારણ અધિકારીઓ [Grievance Redressal Officers/GRO] મુકરર કરવા પડશે. |
ઉપરોક્ત અધિકારીએ સામાન્ય કિસ્સામાં દિન ૩૦ માં અરજીનો નિકાલ કરવાનો રહેશે, પરંતુ જો કોઈ વ્યક્તિની જિંદગી / સ્વતંત્રતાનો કિસ્સો હોય તો ૪૮ કલાકમાં. | ૩૦ દિવસમાં ફરિયાદનો નિકાલ કરવાનો રહેશે. |
જો નિયત સમયમાં અરજીનો નિકાલ ન થાય, અથવા અરજદાર નાખુશ હોય તો તે પી.આઈ.ઓની ઉપર જે તે જાહેરસંસ્થાની મુકરર અપીલ સત્તાધિકારીને અપીલ કરશે જેણે ૪૫ દિવસમાં નિકાલ કરવાનો રહેશે. | આર.ટી.આઈની જેમ જ અત્રે અરજદાર મુકકરર સત્તાધિકારી (Designated authory/DA)ને અપીલ કરી શકશે, ૪૫ દિવસમાં નિકાલ કરવાનો રહેશે. |
જો ઉપરોક્ત સ્તરે પણ નિકાલ ન થાય/ અરજદારને નારાજગી હોય તો કયી જાહેર સંસ્થા પાસેથી માહિતી નથી મળી તે મુજબ, રાજ્ય માહિતી પંચ કે કેન્દ્રીય માહિતી પંચને ફરિયાદ કરી શકે છે. | જો ઉપરોક્ત સ્તરે પણ નિકાલ ન થાય/ અરજદારને નારાજગી હોય તો તે રાજ્ય અપીલ સત્તામંડળને ફરિયાદ કરી શકે છે. |
આયોગ જવાબદાર અધિકારી પર રૂ.૨૫,૦૦૦ સુધીનો દંડ કરી શકશે. | સત્તામંડળ જવાબદાર અધિકારી પર રૂ. ૧૦,૦૦૦ સુધીનો દંડ લાગુ કરી શકશે |
માહિતીપંચ સમક્ષ પોતાની નિર્દોષતા સાબિત કરવાનો બોજ પી.આઈ.ઓ. પર રહેશે. | અત્રે પણ પંચ સમક્ષ નાગરિકને સમયસર સેવા કેમ નથી આપી એ બાબત પોતાની નિર્દોષતા સાબિત કરવાનો બોજ જે તે જી.આર.ઓ. પર રહેશે. |
માહિતી મેળવવા અરજી કરતી વખતે, થતા માહિતી કેટલા પાનામાં / ડીવીડી સ્વરૂપે જોઈએ છે એ મુજબ અલગથી ફીની જોગવાઈ, જોકે બી.પી.એલ કુટુંબોને ફી માફી છે. | ફરિયાદની અરજી કરતી વખતે, કોઇપણ તબ્બકે ફી ફરવાની થતી નથી. |
સાર: ઉપરોક્ત જોગવાઈઓને ધ્યાને લેતા નિસંદેહ એમ કહી શકાય કે જાહેર વહીવટને ભ્રષ્ટાચારમુક્ત લોકાભિમુખ કરવાની દિશામાં આ બે કાયદાઓ સીમાચિહ્નરૂપ સાબિત થશે.
[450 words, પણ અગાઉ કીધું એમ, બધા મુદ્દા પરીક્ષામાં યાદ રહેવાના નથી પણ અહિયાં વાંચ્યા હોય તો ૧૩૦ શબ્દો જેટલું તો યાદ આવી જ જાય!]
Answer: RTI State commission vs State RPS appellate authority
Syllabus: GPSC MainsGS2: Public Administration: Statutory, regulatory and various quasi-judicial authorities.
પ્રશ્ન: ગુજરાત (જાહેર સેવાઓ અંગેનો નાગરીકોનો અધિકાર) અધિનિયમ-૨૦૧૩ ઘડવા પાછળનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરો અને આ કાયદાની મુખ્ય જોગવાઈઓની તુલના માહિતી અધિકારના કાયદા સાથે કરો.
જવાબ:
ગુજરાત રાજ્ય માહિતી પંચ/આયોગ | ગુજરાત (નાગરિક જાહેર સેવા અધિકાર) અપીલ સત્તામંડળ |
---|---|
માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ રચના થયી છે. | ગુજરાત (જાહેર સેવાઓ અંગેનો નાગરીકોનો અધિકાર) અધિનિયમ-૨૦૧૩ હેઠળ રચના. |
માહિતી પંચનું માળખું આ મુજબ છે:
|
રાજ્ય અપીલ સત્તામંડળનું માળખું:
|
સરકારી અધિકારી તરીકે અનુભવ ન હોય, પણ જાહેર જીવન માં સમાજસેવા, કાયદા, પત્રકારત્વ વગેરેનો અનુભવ ધરાવતી વ્યક્તિઓ પણ નિયુક્ત થઇ શકે. | કેવળ સચિવ કે તેથી ઉચ્ચ કક્ષાના સરકારી અધિકારીઓ જ અત્રે નિયુક્ત થઇ શકે. [ઝોલાછાપ પત્રકારો અને બુદ્ધિજીવીઓને અત્રે નોકરીનો અવકાશ નથી] |
સ્વેચ્છાએ રાજીનામું રાજ્યપાલને સમ્બોધિત કરવું પડે. | રાજીનામું મુખ્ય સચિવને (chief Secretary) |
કમિશ્નરને હોદ્દા પરથી દુર કરી શકાય જો
|
સદસ્યને હોદ્દા પરથી દુર કરવાની મૂળભૂત શરતો અત્રે પણ માહિતી પંચ જેવી જ છે, પરંતુ આક્ષેપોની તપાસ કોર્ટ દ્વારા કરાવવાની જોગવાઈ નથી, રાજ્ય સરકાર પોતે જ તપાસ કરશે. |
માહિતી કમિશનરોના પગાર-ભથ્થા રાજ્ય સરકારના મુખ્ય સચિવને સમકક્ષ. | સદસ્યને અગાઉની સરકારી નોકરીમાંથી જે પેન્શન મળતું હોય એટલી જ બીજી રકમ પગાર તરીકે મળશે. [એટલે કે “ફિક્ક્ષ પગાર” છે- તમારા પેન્શન જેટલો!] |
કમિશ્નરને તપાસ માટે સિવિલ કોર્ટ / દીવાની ન્યાયાલય જેવી સત્તાઓ મળેલ છે એટલે કે વ્યક્તિને હાજર રહેવા, પુરાવા આપવા ફરજ પાડી શકે, સાક્ષીઓ-દ્સ્તાવેજીની તપાસ માટે સમન્સ પાઠવી શકે વગેરે. | અત્રે પણ સદસ્યોને સિવિલ કોર્ટની સત્તાઓ મળેલ છે, જોકે તપાસ અને સુનવણી દરમ્યાન, પંચ દીવાની કાર્યરીતી અધિનિયમ ૧૯૦૮ (code of civil procedure 1908)ને બાધ્ય નથી. |
પંચે કામગીરીનો વાર્ષિક અહેવાલ રાજ્ય સરકારને આપવાનો રહેશે અને રાજ્ય સરકારે તે અહેવાલ વિધાનસભામાં રજુ કરવાનો રહેશે. | એવી કોઈ ચોખવટ નથી પણ દરેક વિભાગે પોતાના તાબાની ઓફીસમાં કેટલું ફરિયાદ નિવારણ થયું એ બાબતના આંકડા સરકારને મોકલાવવાના રહેશે. |
દંડની સત્તાઓ:
|
દંડની સત્તાઓ
|
માહિતી અધિકાર કાયદામાં આવી સ્પષ્ટ જોગવાઈ નથી. | જો સત્તામંડળને જણાય કે લાંચ લેવાના આશયથી જાણીજોઇને નાગરીકને કોઈ સરકારી સેવા નથી આપવામાં આવી, તો તેવા કિસ્સામાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ અંતગર્ત કાર્યવાહી માટે પણ નિર્દેશ આપી શકશે. |
Conclusion એમ તો જરૂરી નથી, પણ લખવું હોય તો અગાઉના જવાબ વાળું જ કોપી-પેસ્ટ કરી શકાય.
[440 words, પણ અગાઉ કીધું એમ, બધા મુદ્દા પરીક્ષામાં યાદ રહેવાના નથી પણ અહિયાં વાંચ્યા હોય તો ૧૩૦ શબ્દો જેટલું તો યાદ આવી જ જાય!]
Answer: PubAd: applied view vs managerial view
Syllabus: GPSC MainsGS2: Public Administration: Meaning, Nature and Scope. [આ ‘સ્કોપ’નો પ્રશ્ન છે.]
પ્રશ્ન: “રોજિંદા વહીવટ માટે, જાહેર વહીવટનાં સંચાલકીય અભિગમ કરતા વાસ્તવલક્ષી અભિગમ વધુ ઉપયુક્ત છે.” ઉદાહરણ સાથે ચર્ચા કરો.
- જાહેર વહીવટનો સંચાલકીય અભિગમ (managerial view) ધરાવતા ચિંતકો મુજબ, કોઇપણ અધિકારીને કેવળ લ્યુથર ગુલીકે આપેલ ‘POSDCoRB’ ના સાત સિદ્ધાંતોનું જ્ઞાન હોવું જોઈએ. દા.ત. જો કોઈ આર.ટી.આઈ. અરજી આવે તો નિકાલ હેતુ અધિકારીએ “D ફોર ડાયરેક્ટીંગ” મુજબ કલર્કને જે તે માહિતી મેળવી અને ટાઈપ કરવાનો આદેશ આપવાનો છે. અને ત્યાર બાદ, “R ફોર રીપોર્ટીંગ” મુજબ અધિકારીએ જવાબની એક નકલ અરજદારને આપી દેવી.
- પરંતુ, રોજીંદા વહીવટમાં બની શકે, કે કલર્ક દ્વારા આર.ટી.આઈ. કાનુનના ખોટા અર્થઘટનને લીધે, ન આપવાની કોઈ સરકારી ગુપ્ત માહિતી કે ત્રીજી વ્યક્તિની અંગત માહિતી તેની અનુમતી વિના અપાઈ જાય.
- એટલે કેવળ “POSDCoRB” નો સંચાલકીય અભિગમ રોજીંદા વહીવટ માટે ઉપયુક્ત નથી. અધિકારીને તે સાત ગુણો સિવાય પણ તેના વિભાગને લગતી વિષયવસ્તુઓનું જ્ઞાન હોવું જોઈએ.
- જાહેર વહીવટના આવા અભિગમ ને વાસ્તવલક્ષિ અભિગમ (applied administration) / (Subject matter view) તરીકે ઓળખવા માં આવે છે. દા,ત. પોલીસ અધિકારીને પોતાના તાબા હેઠળના પોલીસ મહેકમ જોડેથી કામ લેવા માટે POSDCoRB સિવાય પણ, સાયબરક્રાઈમ, ફોરેન્સિક સાયન્સ વિગેરેનું પણ જ્ઞાન હોવું જોઈએ.
- આ કારણોસર, રોજિંદા વહીવટ માટે, જાહેર વહીવટનો સંચાલકીય અભિગમ કરતા વાસ્તવલક્ષી અભિગમ વધુ ઉપયુક્ત છે. [170 words]
Answer: Influence of Pvt admin on Pub.Ad
Syllabus: GPSC MainsGS2: Public Administration: Meaning, Nature and Scope. [આ ‘નેચર’નો પ્રશ્ન છે, કે સરકારી અને ખાનગી વહીવટમાં સમાનતા અને ભેદ.]
“આધુનિક યુગમાં જાહેરવહીવટ ખાનગી વહીવટના ઘણા સિદ્ધાંતો અને વ્યવહારોથી પ્રભાવિત થયો છે” ઉદાહરણ સાથે આ વિધાનને વિસ્તૃત કરો.
જવાબ:
જાહેર વહીવટનો વ્યાપ અને ઉદ્દેશ્ય ખાનગી વહીવટથી ઘણો વિશાળ છે, પરંતુ:
- ખાનગી કંપનીના સી.ઈ.ઓની જેમજ, હાલના સમયમાં પ્રધાનમંત્રી થી લઇ મુખ્યમંત્રીઓ અધિકારીઓ પાસેથી કામગીરીનો અહેવાલ પાવરપોઈન્ટ પ્રેઝનટેશન સ્વરૂપે લેતા હોય છે, અને સચિવ કક્ષાના અધિકારીઓ આવી જ રીતે સ્ટાફ/ક્ષેત્રીય અધિકારીઓ જોડે રીપોર્ટ મેળવવાનો આગ્રહ રાખતા હોય છે.
- ખાનગી કંપનીઓમાં જોવા મળતું પરફોર્મન્સ બજેટીંગ, કોઇપણ ઉત્પાદન બજારમાં ઉતારતા સમયે તેની “સનસેટ ડેટ્સ” નક્કી કરવામાં આવે છે, તે મુજબ, જાહેરાતો, કીમત અને ડિસ્કાઉન્ટ અંગે નિયત તારીખે ગ્રાહકોનો પ્રતિસાદ જોઇને ફેરફાર કરવામાં આવે છે. કેન્દ્રીય નાણા મંત્રાલય આવો અભિગમ હવે સરકારી યોજનાઓ માટે વિચારી રહ્યું છે.
- ખાનગી કંપનીઓ નફો ઘટવા લાગે અથવા કામગીરી સંતોષકારક ન હોય તો સ્ટાફને છુટો કરી દેવાનું વલણ રાખે છે. આ અભિગમ સરકારી નિગમોમાં વી.આર.એસ. સ્વરૂપે અને સરકારી વિભાગોમાં ફરજીયાત નિવૃત્તિ સ્વરૂપે ઝળકી રહ્યો છે..
- ટેલીફોન સેવા માટે વિભાગ કરતા કંપની મોડેલ વધુ ઉપયુક્ત છે એમ ધારીને ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ માંથી બી.એસ.એન.એલ અને એમ.ટી.એન.એલ.ની સ્થાપના.
- સ્માર્ટ સીટીનું નિર્માણ મ્યુનિસિપલ કોર્પોરેશન નહી પરંતુ અલાયદી સ્પેશીયલ પર્પઝ વ્હીકલ (SPV) સ્વરૂપની કંપની કરશે તેવી જોગવાઈ, અને આ જ પ્રમાણે, અનેક કામગીરીઓમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ અને આઉટસોર્સિંગનો અભિગમ.
- ખાનગી કંપનીઓ પોતાના અધિકારીઓને આઈ.આઈ.એમ વગેરે સંસ્થાઓમાં PERT, CPM, 6-Sigma, ટોટલ ક્વાલીટી મેનેજમેન્ટ (TQM) વગેરે પ્રકારની તાલીમો મેળવવા સ્વ-ખર્ચે મોકલતી હોય છે, એ જ અભિગમ હવે સરકારી મંત્રાલયોમાં આવી રહ્યો છે.
આ તમામ ઉદાહરણોથી એમ કહી શકાય કે આધુનિક યુગમાં જાહેરવહીવટ ખાનગી વહીવટના સિદ્ધાંતો અને વ્યવહારોથી પ્રભાવિત થયો છે. [~200 words]
Answer: Privatization types
Syllabus:
- GSM3: New Economic Policy in context of liberalization, privatization and globalization
- GSM2: Public Administration: Meaning, Nature and Scope. [આ ‘નેચર’નો પ્રશ્ન છે, કે ખાનગીકરણ તરફનો દોર ચાલે છે તો કેમ અને કેવી રીતે.]
- GSM2: Government policies and interventions for development in various sectors. [એ રીતે પણ ખાનગીકરણ એક પોલીસી જ છે, cost savings and efficiency માટે.]
પ્રશ્ન: “ખાનગીકરણ” ની વ્યાખ્યા આપો અને સરકાર દ્વારા થઇ રહેલ ખાનગીકરણની પ્રકિયાના અલગ અલગ પ્રકારોની સદ્રષ્ટાંત સમજાવો.
જવાબ:
ખાનગીકરણ એટલે કોઈ ઉદ્યોગની માલિકી અથવા કોઈ ઉત્પાદન કે સેવાની કામગીરી જાહેર સંસ્થાઓમાંથી ખાનગી સંસ્થાઓને આપવાની પ્રકિયા. જાહેરવહીવટના ચિંતકો આ પ્રકિયાને ચાર પ્રકારોમાં વિભાજીત કરે છે.
- નિયંત્રણો હટાવીને (Deregulation): અગાઉ કેવળ જાહેરક્ષેત્ર માટે આરક્ષિત એવા ટેલીકોમ, વીમા, બેન્કિંગ, હવાઈયાત્રા વગેરે ક્ષેત્રો પરથી નિયંત્રણો હટાવી સરકારે અત્રે ખાનગી કંપનીઓ સ્થાપવાની અનુમતી આપી છે.
- વિનિવેશ (Disinvestment): સરકારી કંપનીઓના બોર્ડ ઓફ ડાયરેક્ટરસમાં વધુ કાર્યદક્ષતા લાવવા, તથા સરકારી ખાધ પૂરી કરવાના ઉદ્દેશ્યથી ધીમે ધીમે સરકારી કું. માંથી સરકાર પોતાની શેરહિસ્સેદારી ઓછી કરી રહી છે. ભવિષ્યમાં અમુક કંપનીઓમાંથી પોતાની શેરહિસ્સેદારી ૫૦% થી પણ ઓછી કરી તેઓનું ખાનગીકરણ કરવા માટેની દિશામાં સરકારે કામગીરી શરુ કરી છે દા.ત. આઈ.ડી.બી.આઈ બેંકનું ખાનગીકરણ કરવાની બજેટ-૨૦૧૫ માં થયેલ જાહેરાત.
- સ્વયં વિસ્થાપિત થઈને (Displacement): વર્ષ ૨૦૧૫માં કેન્દ્ર સરકારે હિન્દુસ્તાન ફોટો ફિલ્મ, હિન્દુસ્તાન ન્યુઝપ્રિન્ટ અને એચ.એમ.ટી વોચીસ વિગેરે નુકસાનીમાં ચાલી રહેલ સરકારી કંપનીઓ બંધ કરવાનો નિર્ણય લીધો. બીજા શબ્દોમાં ઘડિયાળ, કેમેરા રોલ વગેરે ઉત્પાદનો બનાવવાના ક્ષેત્રમાંથી સરકારે સ્વયં જ પોતાનું વિસ્થાપન કર્યું, એટલે હવે આવા ઉત્પાદનો કેવળ ખાનગી કંપનીઓ જ કરશે.
- કામગીરીની સોંપણી/પ્રતિનિધિત્વ દ્વારા (Delegation): રેલ્વે સ્ટેશનો પર સાફસફાઈ, સરકારી હોસ્ટેલોમાં ભોજનની વ્યવસ્થા જેવી ઘણી બધી કામગીરી ખાનગી એજન્સીઓને આઉટસોર્સિંગમાં અપાય છે, જોકે ગુણવત્તા ના માપદંડો દા.ત. ભોજનમાં કેટલી વાનગી રહેશે કે દિવસમાં કેટલી વાર કચરો વાળવો, વિગીરે તો સરકાર/વિભાગ જ ટેન્ડરની શરતો મુજબ તય કરે છે, પરંતુ જે તે સેવા ખાનગી એજન્સી આપી રહી હોઈ, વ્યાખ્યા મુજબ આ પણ ખાનગીકરણનો એક પ્રકાર છે.
[~200 words. Conclusion ની કઈ જરૂર નથી કેમકે એમેય તે લીસ્ટ જ માંગ્યું હતું.]
Strategy for Public Administration for GPSC Mains paper
શું વાંચવું?
- ગુજરાતીમાં જ મટીરીયલ જોઈતું હોય તો Ambedkar university માં BA Public Administration નું FREE online material on this link. ત્યાં તમને ગુજરાતી સાહિત્ય, ઈતિહાસ, નિબંધ, પત્રલેખન સહિતનો બધો માલ મળી જશે.
- M.Laxmikanth’s Public Administration: અંગ્રેજી માં ઉપલબ્ધ અને હિન્દી માં પણ ઉપલબ્ધ. આખું થોથું વાંચવું નહી. કેવળ સિલેબસ મુજબ જવું.
- તેવી જ રીતે મુઘલ, ચાણક્ય, બ્રિટીશ વહીવટ, ગુડ-ગવર્નન્સ વગેરે નું પ્રર્યાપ્ત મટીરીયલ IGNOU BA and MA માંથી મળી જશે. (Download link)
- અમુક લોકો ચાણક્ય / મુઘલ માટે indian administration by Avasthi and Avasthi ની પણ સલાહ આપતા હોય છે પણ એ એક-બે ચેપ્ટર માટે આખું થોથું ખરીદવાનો મતલબ નહી, લાઈબ્રેરીમાં મળી જાય તો ઠીક.
- Role of civil service, NGO, pressure groups માટે મારો આ લેકચર વીડિઓ મોટા ભાગનું કવર કરી જ લે છે.
- વૈધાનિક વગેરે સંસ્થાઓ: M.Laxmikanth’s Governance in India એ ચોપડીમાં તમામ કેન્દ્રીય સંસ્થાઓ મળી જશે. અને ગુજરાતની વેધાનીક વગેરે સંસ્થાઓ માટે સરકારી વેબસાઈટો ફેદી લેવી…પણ અગત્યની હોય એવી જ કરવી દા.ત. આ right to public service વાળી. અને પ્રત્યેક સંસ્થાનું ખાલી સામાન્ય માળખું અને સત્તાઓ જ તૈયાર કરવી…બધે બધું તો તમે એમેય મહતમ ૧૩૦ શબ્દોથી વધુ લખી શકવાના છો નહી, એટલે યાદ રાખવાનો મતલબ નથી.
- ગુજરાત સરકારની અમુજ યોજનાઓ અને નીતિઓ મોઢે કરી લેવી એટલે issues related to policy implementation વગેરેમાં એ જ ટાંકી શકાય. એનું કોઈ અલાયદું મટીરીયલ છે નહી, public policy ની વાત આવે એટલે ઇગ્નુથી લઇ તમામ ચોપડીઓમાં પણ બધું બોલ-બચ્ચ્ન જ મળશે. એટલે પોતે જ અમુક યોજનાઓની કેસ સ્ટડી જેવું કરી નોટ્સ બનાવી લેવી, પછી ગમે એ પ્રશ્ન પુછાય એનું એ જ ફેરવી ફેરવી ને લખી દેવું.
- જી.એસ.ના બીજા ટોપિક્સ માટે NIOSની ગુજરાતી વેબસાઈટ પર પણ અમુક બધો માલ છે.
- ઉપરોક્ત પુસ્તકો/ લીંકમાં ક્યાં પ્રકરણો / મોડ્યુલ / પાન નમ્બર ક્યાં થી ક્યા સુધી શું વાંચવું છે એ વિગતો જાતે સિલેબસ સામેં ક્રોસચેક કરીને જોઈ લેવી. મારે તમારું એટલું બી સ્પુનફીડીંગ કરવું પડે તો એવા પરાવલંબી અધિકારીઓની ગુજરાત ને જરૂર નથી.
અને શું ન વાંચવું?
- પહેલા તો સિલેબસ કંઠસ્થ હોવો જોઈએ એટલે કોઈ પણ ચોપડી / મટીરીયલ /ન્યુઝપેપર / આર્ટીકલ જોઇને તરત લાઈટ થઇ જાય કે મારે કામનું છે કે નહી.
- જાહેર વહીવટ માટે New Horizons of Public Administration by Mohit Bhattacharya, Sharma and Sadana, R.K.Arora, Nicholas Henry, Fadia and Fadia, Avasthi and Avasthi, IIPA Journals etc. આ બધી જ ચોપડીઓ તમને ક્યાંક ને ક્યાંક recomended booklist for Public Administration તરીકે મળશે પણ એને ટાળવી.
- કેમકે આ બધી UPSC Public Administration optional subject માટેની ચોપડીઓ છે. એટલી ડેપ્થ અને એનાલીસીસવાળા સવાલો જીપીએસસીમાં આવવાની શક્યતા ઓછી જ છે. એટલો સમય અને શક્તિ તમે સિલેબસના બીજા વિષયો માં લગાવો. એક જાહેર વહીવટમાંથી જ કઈ આખું GS Mains Paper-2 નીકળવાનું છે નહી.
- GPSC મેઈન્સમાં અગર કોઈ વસ્તુ સિલેબસ બહારની કે વધુ પડતી ડેપ્થમાં પુછાઈ પણ ગયી તો કઈ તમારા એકલાનું નુકસાન થવાનું છે નહી દા.ત. યુપીએસસીના ગત વરસની મેઈન્સ માં પેપર-૨ માં એક-બે દાયકા જૂનું UN Macbride Commission અંગે પૂછ્યું જેનું નામ મોટા ભાગના ઉમેદવારોએ કદી સાંભળ્યું બી ન’તું અને જેમણે સાંભળ્યું હતું એમની જોડે ૨૦૦ શબ્દ સુધી લખવાનો માલ હતો નહી.., એટલે સરવાળે કોઈ ઉમેદવારએ એક પ્રશ્નને લીધે સિલેક્ટ કે ફેઈલ થવાનો છે નહી. [અને એમેય “જીપીએસસીમાં તો સિલેબસ બહારનું છે તો ઈન્ટરવ્યું કોલ બધાને આપો” એવી લીટીગેશન પણ કરી શકાય છે.]
- “જીપીએસસી માં યુપીએસસી ના ફેઈલ થયેલા છોકરાઓ આવશે એટલે એમની ટક્કરમાં માર્ક્સ ખેંચવા હું જી.એસ.ના દરેકે દરેક ટોપિકમાં ઓપ્શનલ લેવલની તૈયારી કરું ચાહે એ ઈતિહાસ હોય, ગુજરાત સાહિત્ય કે જાહેર વહીવટ!” તો એ અભિગમ ખોટો. દા.ત. જાહેર વહીવટમાં મુઘલ શાસન તૈયાર કરવા ઈતિહાસના થોથાઓ પકડવાની જરૂર નથી કારણ કોઈ યુપીએસસીના history/pubAD નાં ઉમેદવાર પાસે જીપીએસસીમાં મુદ્દા પર લખવા ૮૦૦ શબ્દોનું કન્ટેન્ટ હશે તોય નિયમ મુજબ તો મહત્તમ ૧૩૦ શબ્દોમાં જ પૂરું કરવાનું છે.
- એવી જ રીતે, “હું મુઘલ / મોર્ય યુગના અલગ અલગ ૫૦૦ જાતના ઓફિસરોના હોદ્દાઓના નામ ગોખી નાખું”, “હું જાહેર વહીવટમાં meaning,nature,scope ના નામે ૫૦૦ ચિન્તકોની વ્યાખ્યાઓ એમના આપસી મતમતાંતર, ક્યાં વરસે કયો ‘યુગ’ ચાલુ થયો, કોણે કઈ ચોપડી/terms આપી વગેરેમાં ગોખી નાખું” એ બધું નકામું કારણ પૂછાશે કેટલું અને સામે યાદ કેટલું આવશે?
- ટૂંકમાં કોઈ એક વિષયમાં વધુ પડતા ઊંડા ઉતરી જવા કરતા સિલેબસના તમામ વિષયો પુરા કરવાની નેમ રાખો અને તમામ ટોપિક અને પેટા–ટોપિકસ પર ટૂંકી નોંધો બનાવવાની પ્રેક્ટીસ રાખો.
sir please ….or dikhao or dikhao
ખુબ ખુબ આભાર સર !!!!!
GPSC MAINS માટે હજી વધુ માહિતી મુકો એવી અમારા બધા ની ઇચ્છા છે.
નિતિશાસ્ત્ર ના પ્રક્ષ્નો કેવા આવી શકે તેની માહિતી ક્યાંંય મળતી નથી આથી આપ મુખ્ય પરીક્ષા ના પ્રક્ષ્નો મુકશો એવી વિનંતી..
આભાર…!!!!!!
Thank you. Plz cover another topics.
Kindly guide for another subjects…..specially ethics
Thanks sir
Only One word for you sir….
Mrunal The great…
Thanks lot, I m feeling very proud as u r Gujarati
Sir ethics ma gpsc mains mate kaya source no use kari sakay.
THANK YOU SO MUCH SIR FOR ALL THING, YOU TUBE LECTURE, GUIDANCE IN WEBSITE AND ALL THING.
Thanks a lot!! It’s very useful for all.
thanks ‘Sir’ Mrunal ?
Great job sir,
This site is very useful for upsc as well as gpsc.
And again thanks mrunal sir.
Thank you so much mrunal sir
Thank u mrunal sir…